Digi Saathi (ડીજી સાથી) - ગુજરાત
સામાજિક કાર્ય સાથે વ્યવસાયની તકો
ડિજી સાથી (Digi Saathi) એ અમારા સામાજિક નેતૃત્વ અભિયાનના સ્થાનિક પ્રતિનિધિઓ છે જેઓ તેમના ગામના નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓ સુધી પહોંચવાની સુવિધા આપે છે. અમે અમારી ડિજી સાથીઓ માટે નિયમિતપણે વિવિધ ખાનગી કંપનીઓ અને MNCs પેઇડ તકો લાવીએ છીએ. અમે દર અઠવાડિયે અમારા સાથીઓને વિવિધ વ્યાવસાયિક તાલીમ આપીએ છીએ.
ડીજી સાથીઓ પાસે નીચે દર્શાવેલ અપેક્ષાઓ રહેશે
-
સૌને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ માટેની યોગ્યતા તપાસવામાં મદદ કરવી
-
જે પણ પેઇડ તક માટે તાલીમ મેળવશે તેમના માટે સમર્પણ સાથે કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે
-
મોબાઇલ ફોન પર DigiBharat એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું
-
નાગરિકોને સરકારની કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવા અને લાગુ કરવામાં મદદ કરવા સંબંધિત સરકારી અધિકારીઓ સાથે સંપર્ક કરવો
-
તમામ નવી સરકારી યોજનાઓ અને નીતિઓ સંબંધિત અધ્યતન મહિતિ થી અવગત રહેવુ
-
વિવિધ સરકારી કલ્યાણકારિ યોજનાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે સંપૂર્ણ રૂપે મહિતગર રહેવુ
-
સરકારી અને ખાનગી યોજનાઓના લાભો મેળવવામાં લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ નિશુલ્ક કરવુ
-
તમારા ગામ/નગરમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવુ
ડીજી સાથીએ મોબાઈલ ફોન અને બેઝિક ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ.